top of page

એફએક્યુ
વીમા એજન્ટ બનવા વિશે તમારા મનમાં કોઈ સવાલ છે?
અહીં તમને તેના જવાબો મળશે!

તમારા મનમાં હજી કોઈ પ્રશ્નો છે?
વીમા એજન્ટ બનવાની અને બન્યા પછીની તમારી સફરમાં કર્મ પરિવાર તરફથી તમને સતત માર્ગદર્શન મળે છે.
અહીં, વીમા એજન્ટ બનવા માગતા લોકોના મનમાં ઘોળાતા કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. તમારી મૂંઝવણો દૂર કરવામાં તે મદદરૂપ થશે.
વધુ માર્ગદર્શન માટે તમે વોટ્સએપ પર અમારો સંપર્ક કરી શકો છો.
-
સારી આવકવીમા એજન્ટ તરીકે તમને કંપની તરફથી બહુ સારી આવક મળી શકે છે. LICનું કમિશન સ્ટ્રકચર ઘણું આકર્ષક છે. એ ઉપરાંત વીમા એજન્ટને બોનસ અને અન્ય પ્રોત્સાહનો પણ મળે છે.
-
જોબ સિક્યોરિટીLIC ભારત સરકારની માલિકીની કંપની છે. તેની સાથે સંકળાવાથી તમને પૂરેપૂરી જોબ સિક્યોરિટી મળે છે.
-
કામના સમયની સ્વતંત્રતાવીમા એજન્ટી તરીકે તમે ફુલ ટાઇમ અથવા પાર્ટ ટાઇમ કામ કરી શકો છો. તમે તમારી અનુકૂળતા મુજબ લોકોનો સંપર્ક કરીને તેમને મળી શકો છો. ઘરેથી કામ કરવા ઇચ્છતા લોકો માટે આ એક બહુ સારી તક છે.
-
વ્યક્તિગત વિકાસની તકLIC કંપની દ્વારા તેના તમામ એજન્ટ્સ માટે વારંવાર ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવે છે. તેની મદદથી તમે સતત તમારું જ્ઞાન અને આવડત વિસ્તારી શકો છો. પરિણામે તમે પોતાની કારકિર્દીમાં સતત વધુ ને વધુ પ્રગતિ કરી શકો છો.
-
લોકોને મદદ કર્યાનો સંતોષવીમા એજન્ટ તરીકે તમે લોકોને તેમના આર્થિક લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરી શકો છો. મૃત્યુ જેવી આકસ્મિક સ્થિતિમાં પણ પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ન મુકાય એ તમે સુનિશ્ચિત કરી શકો છો. આ બાબત તમને ઊંડો સંતોષ આપે છે.
-
સામાજિક સન્માનવીમા એજન્ટ આર્થિક બાબતોમાં નિષ્ણાત હોય છે અને લોકોને તેઓ સમજભર્યા આર્થિક નિર્ણયો લેવામાં મદદ કરે છે. વીમા એજન્ટ લોકોની આર્થિક તથા વીમા સંબંધિત જરૂરિયાતો પૂરી કરતા હોવાથી લોકો તેમને માનની નજરે જુએ છે.
bottom of page